એકાઉન્ટમાં છે 1 લાખ રૂપિયાથી વધુ તો તમારા કામમાં આવશે આ ટિપ્સ... New Delhi

નવી દિલ્હીઃ જો તમારા સેલેરી કે સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે સતર્ક થઇ જવું જોઇએ. અમે તમને એવી વાતો બતાવી રહ્યા છીએ જેનાથી તમારા નાણાં તો સુરક્ષિત રહેશે જ સાથે સાથે તેની પર સારૂ રિટર્ન પણ મેળવી શકાશે. ખાલી થઇ શકે છે તમારૂ એકાઉન્ટ આજકાલ બેન્ક એકાઉન્ટ હેક થવા કે ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જો તમારૂ એકાઉન્ટ હેક થઇ ગયું છે તો મિનિટોમાં તમારૂ એકાઉન્ટ ખાલી થઇ જશે. આ જ રીતે ઓનલાઇન બેન્કિંગમાં પણ ફ્રોડનું રિસ્ક વધી ગયું છે. ત્યારે એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાથી વધુ રાખવા તમારા માટે મુસીબત ઉભી થઇ શકે છે.