1 એપ્રિલથી લાગુ પડશે ઇન્કમ ટેક્સને લગતા આ 7 નિયમો, જાણો ક્યાં ફાયદો... New Delhi

નવી દિલ્હીઃમોદી સરકારે નવા નાણાકીય વર્ષથી નાણાકીય વ્યવહારો તેમજ આવક વેરા સંબંધિત અનેક નિયમો અને જોગવાઇઓમાં ફેરફારો લાગુ કર્યા છે. કાળા નાણાં અને કરચોરી સામેની કડક કાર્યવાહીના પગલે આ નિયમો અમલમાં આવી રહ્યા છે. પહેલી એપ્રિલથી ઇન્કમ ટેક્સ સંબંધિત 7 નિયમ લાગુ થઇ રહ્યા છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને તમે નાણાકીય વર્ષ 2017-18 માટે ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. તેમાં ટેક્સ રેટમાં ઘટાડો, બચતમાં વધારો અને દંડ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આજે અમે તમને ઇન્કમ ટેક્સને લગતા 7 નિયમો અંગે બતાવી રહ્યા છીએ, જે 1 એપ્રિલ પછી તમારા પર અસર કરશે.