ભેસ્તાનમાં આકર્ષણનું કેન્દ્ર બની 222 તોલા સોનાજડીત રામાયણ, તમે પણ કરો દર્શન Surat

ભેસ્તાનમાં રામનવમી નિમિત્તે રામ મંદિરમાં સુવર્ણજડીત રામાયણ પુસ્તિકા જાહેર દર્શન માટે મૂકવામાં આવી હતી. વર્ષમાં ત્રણ વાર જાહેર દર્શન માટે મૂકવામાં આવતી સુવર્ણ અક્ષરે લખવામાં આવેલી રામાયણના દર્શન કરવા ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. સુવર્ણ અક્ષરોએ લખાયેલા 530 પાના અને સુવર્ણ ચિત્રોવાળી રામાયણમાં 222 તોલા સોનું વપરાયું હતું. સુવર્ણજડીત રામાયણને લખવામાં રામ મંદિરના ગુરુ અને 600 થી વધુ શિષ્યોને ઇ.સ 1978માં એક વર્ષ સુધી સખત મહેનત કરી હતી. શહેરમાં રામ નવમીના પવિત્ર તહેવાર નિમિત્તે અનેક સ્થળો પર રામાયણ પાઠ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ નવમી તહેવારની ભેસ્તાનમાં અનોખી ઉજવણી જોવા મળી હતી. ભેસ્તાનમાં રામ મંદિરમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલી રામાયણ પ્રદર્શિત કરવામાં આવી હતી. સોનાના શબ્દોથી લખાયેલી રામાયણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વર્ષમાં ત્રણ વખત જાહેર દર્શનાર્થે મૂકવામાં આવતી સોના જડીત રામાયણના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તોની લાંબી કતાર લાગી હતી.