રિષિ કપૂરનું Tweet: અફઘાન ખેલાડી IPLમાં રમી શકે તો પાકિસ્તાનનાં કેમ નહી Mumbai

આઈપીએલની 10મી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયમ લિગમાં ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટરોને બોયકોટ કરવામાં આવ્યા છે. હવે આ મામલામાં પ્રખ્યાત અભિનેતા રિષિ કપૂરે પાડોસી દેશનાં ક્રેકેટરોને આપીએલમાં શામેલ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આઇપીએલનાં દસમું એડિશન 5 એપ્રિલથી શરૂ થશે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જ બેંગ્લોર અને સનરાઇઝ હેદરાબાદ વચ્ચે હેદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચની પૂર્વ સંધ્યાએ રિષિ કપૂરે પાકિસ્તાની ખેલાડીઓને આઇપીએલમાં શામેલ ના કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. રિષિએ ટ્વિટર પર પોતાની સલાહ જાહેર કરતા લખ્યુ,”આઇપીએલમાં દુનિયાભરનાં ખેલાડીઓ શામેલ થાય છે. અફઘાનિસ્તાન ડેબ્યૂ કરી રહ્યું છે. મારી પ્રાર્થના છે કે પાકિસ્તાની ખેલાડીઓને શામેલ કરો. પછી મેચ થશે. આપણે મોટા લોકો છીએ.” આ વખતે આઇપીએલમાં અફગાનિસ્તાનનાં ક્રિકેટર મોહમ્મદ નબી અને રાશિદ ખાન સનરાઇઝ હેદરાબાદ તરફથી મેચ રમતા નજર આવશે. નોંધનિય છે કે, વર્ષ 2008માં આઇપીએલની શરૂઆત બાદ કોઇપણ પાકિસ્તાની ખેલાડીએ સીરિઝમાં ભાગ નથી લીધો. ગત કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે જેની અસર બોલિવૂડ ફિલ્મો પર પણ પડી છે. જેમા પાકિસ્તાની કલાકારોએ કામ કર્યુ હતું. આ ફિલ્મોમાં રિષિ કપૂરનાં પુત્ર રણબિર કપૂરની ફિલ્મ એ દિલ હે મુશ્કેલ અને શાહરૂખ ખાનની ફિલ્મ રઇસ પણ શામેલ છે.