હિૃતિકને પોતાનો ગુરુ કહેનાર મોડલે લીધો યૂ-ટર્ન, ટ્વિટર પર માંગી માફી Mumbai

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો પોતાની જગ્યા બનાવવા માટે મોટા-મોટા કલાકારોનાં નામ લેવામાં જરા પણ અચકાતા નથી. કંઇક આવો જ મામલો હિૃતિક રોશન સાથે બન્યો હતો. પોલિશ સ્પેનિશ મોડલ એન્જેલા ક્રિસલિન્સ્કીએ હાલમાં જ કહ્યું હતું કે, તેને હિૃતિક રોશન સાથે બે જાહેરખબરોમાં કામ કર્યુ છે. આ ખબરની જાણકારી મળતાની સાથે જ હિૃતિકને શોક લાગ્યો અને તેને આ મેડમ માટે ટ્વિટ કરી નાંખ્યુ. હિૃતિકે આ ઇન્ટરવ્યૂની એક તસવીર શેર કરી આ અભિનેત્રીને પૂંછ્યું,”તમે કોણ છો અને આમ ખોટૂ કેમ બોલી રહ્યાં છો.” જો કે હવે આ મામલામાં એન્જેલા ક્રિસલિન્સ્કીએ પોતાનો પક્ષ સાફ કરી દીધો છે. તેનું કહેવુ છે કે, મિલિયન લોકોની માફક તે પણ એક્ટરની સરાહના કરે છે. મોડલે ટ્વિટ પર કહ્યું,”હું તમારી ખુબ ઇજ્જત કરૂ છુ સર અને હું આ પ્રકારની ભ્રામક હેડલાઇન માટે તમારી પાસે માફી માંગુ છું. આ ખુબ જ દુખદ હતું. એક એક્ટર તરીકે હું પણ મિલિયન લોકો સમાન તમારી સરાહના કરૂ છું. પરંતું હું ખુબ જ નસીબદાર છું કે મને તમારી સાથે બે જાહેરાતોમાં કામ કરવાનો મોકો મળ્યો. મેં જ્યારે તમને મેન્ટર કહ્યાં ત્યારે મારો મતલબ હતો. એક એવા વ્યક્તિ જેમને મારી જિંદગીને યોગ્ય દિશામાં જવા માટે પ્રેરિત કરી.” પોતાના બીજા ટ્વિટમાં એન્જેલા ક્રિસલિન્સ્કીએ લખ્યુ,”આ બધું ત્યારે શરૂ થયું જ્યારે હું મારી ફિલ્મની પ્રેસ મીટમાં ગઇ હતી. ત્યાં મને પૂંછવામાં આવ્યુ હતું વિદેશી લુક હોવા છતા મેં અભિનય માટે કેમ વિચાર્યુ. આ પ્રશ્નનાં જવાબમાં મેં કહ્યુ-હું જ્યારે હિૃતિક રોશન સાથે શૂટિંગ કરી રહી હતી ત્યારે મેં તેમના કેટલાક પ્રેરણાત્મક શબ્દોએ મને પ્રેરિત કરી. તેમને કહ્યું પોતાના પર વિશ્વાસ કરો અને મહેનત કરો પછી કોઇ તમને રોકી નહી શકે. હું તમને પડેલ તમામ પ્રકારની અસુવિધા માટે દિલગીર છું.”. તમને જણાવી દઇએ કે, એક સમાચાર પત્રમાં છપાયેલ અહેવાલમાં એન્જેલા ક્રિસલિન્સ્કીનું કહ્યું હતું કે,”દરેક ન્યૂકમરની માફક મને પણ હિૃતિક રોશન પર ક્રશ હતો. જ્યારે હું તેમને પ્રથમવાર મળી ત્યારે મેં તેમને સ્પેનિશ બેકગ્રાઉન્ડ વિશે બતાવ્યુ હતું. દરમિયાન હ્રિતિકે મને અભિનયની કેટલીક ટિપ્સ પણ આપી હતી. હું તેઓ મને તેમની મિત્ર માને છે. મેં તેમને મારા ટેલિવૂડ પ્રોઝેક્ટ વિશે જણાવ્યુ જેનાથી તેઓ ખુબ જ ઇમ્પ્રેસ થયા. તેમને મારી સાથે બીજી જાહેરાત કરી ત્યારે તેઓ મને તરત જ ઓળખી ગયા હતાં.” નોંધનિય છે કે, એન્જેલા ક્રિસલિન્સ્કીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિૃતિકની સાથેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. એન્જેલાએ બોલિવૂડ કલાકારો સાથેની પણ ઘણી તસવીરો શેર કરી છે.