શ્રદ્ધા કપૂરનાં કારણે થયો કજિયો, ફરહાન-આદિત્ય વચ્ચે થઇ લડાઇ Mumbai

ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપૂરનું અફેયર છે કે નહી? આ સવાલનો કોઇ જવાબ હજૂસુધી મળી શક્યો નથી. પરંતુ એવુ તો શું છે કે, ‘હાફ ગર્લફ્રેંડ’ માટે ફરહાન અખ્તર આદિત્ય રોય કપૂર સાથે ઝઘડી રહ્યો છે. એક ખબર અનુસાર, હાલમાં જ ફરહાન અખ્તર અને આદિત્ય રોય કપૂર વચ્ચે જબરજસ્ત ઝઘડો થયો છે. જેનું કારણ છે આદિત્યનું પોતાની એક્સ શ્રદ્ધા તરફ ફરીથી જવું. તગ કેટલાક દિવસો પહેલા આદિત્ય અને શ્રદ્ધાને મહેશ ભટ્ટની પાર્ટીમાં સાથે દેખવામાં આવ્યા હતાં. આ વિશે જ્યારે ફરહાનને જાણકારી મળતા તે ગુસ્સામાં આવી ગયો હતો. બતાવવામાં આવી રહ્યુ છે કે, આ પેહેલા પણ ફરહાન બંન્નેને ‘ઓકે જોનુ’માં સાથે જોઇ નારાજ હતો અને આ વખતે તો તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો નહી. ત્યાં જ આદિત્યએ પણ ફરહાનને જવાબ આપ્યો છે. બતાવવામાં આવી રહ્યુ છે કે, બંન્નેને શાંત કરવા માટે શ્રદ્ધાએ પોતે આ ઝઘડામાં વચ્ચે આવવું પડ્યુ અને બાદમાં તે ફરહાનને શાંત કરવા માટે તેના ઘરે પણ ગઇ હતી.