કપિલ શર્માને ઝટકો, ચેનલ પાસે ડબલ ફી વસૂલ કરી સુનીલ ગ્રોવર કરશે વાપસી Mumbai

સનીલ ગ્રોવર એટલે કે ડોક્ટર મશહૂર ગૂલાટીનાં ‘ધ કપિલ શર્મા શો’ છોડ્યા બાદથી આ શોને જોઇએ તેવો રિસ્પોન્સ નથી મળી રહ્યો. કપિલનો આ શો ટીઆરપીની દોડથી પણ બહાર ફેંકાઇ ગયો છે. ત્યાં જ સુનીલ વિશે કહેવામાં આવતુ હતું કે, તે કપિલ શર્માનાં શો પરત નહી ફરે. જો કે હવે સુનીલનાં ફેન્સ માટે એક ખુશ ખબર આવી છે. એક ખબર અનુસાર, સુનીલ ગ્રોવરની ખુબ જ જલ્દી શોમાં વાપસી થશે. એક ખબર અનુસાર, સુનીલ 7 એપ્રિલે ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ કરશે. બાદમાં તે 8, 11, અને 12 એપ્રિલનાં શિડ્યૂલમાં પણ હાજર રહેશે. તમને જણાવી દઇએ કે, સુનીલનું શોમાં વાપસીનું પ્રમુખ કારણ છે તેનું 23 એપ્રિલ સુધી કોન્ટ્રાક્ટમાં બંધાયેલ હોવું. જો સુનીલ કોન્ટ્રાક્ટ મુંજબ કામ ન કરે તો તેને ખુબ મોટી કિંમત્ત ચૂકવવી પડી શકે છે. સૂત્રો પાસેથી મળેલ માહિતી મુંજબ, સુનીલની શોમાં વાપસી પ્રોડક્શનની ટીમને મોંઘી પડી છે. કપિલનાં શોમાં પરત ફરવા માટે સુનીલે ડબલ ફી માંગી હતી અને શોની ટીઆરપી નીચે આવી જતા ચેનલે તેની આ માંગને સ્વીકાર કરી લીધી છે. હવે જ્યારે કપિલ અને સુનીલ એક જ મંચ પર દેખાવાની ચર્ચા છે. ત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે, જૂની સરળતા સાથે તેઓ પોતાના પ્રશંસકોને કેટલા હસાવે છે.