સુરતઃ ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપતા પોલીસ કર્મીને આવ્યો હાર્ટ એટેક Surat

સુરતઃ સુરત જિલ્લા સબ જેલ નજીક રૂપિયા 30 હજારની લાંચ લેતા ઘનશ્યામ પોપટ નામના પોલીસ કર્મીને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જોકે, એસીબીના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા બાદ હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું કહેતા હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો સુરત જિલ્લા સબ જેલ નજીક એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. અને રૂપિયા 30 હજારની લાંચ લેતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. એસીબીના હાથે ઝડપાઈ ગયા બાદ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો છે. રૂપિયા 30 હજારની લાંચમાં ઝડપાયેલો પોલીસ કર્મી સલાબતપુરાના ડિ- સ્ટાફનો પોલીસ કર્મી ઘનશ્યામ પોપટ હોવાનું જાણવા મળ્યું છે. 30 હજારની માંગ કરી મળતી માહિતી અનુસાર, અરિહંત માર્કેટના એક વેપારીને અન્ય વેપારીને ચાર લાખ દેવાના નીકળતા હતા. જેથી લેણદારે સાલબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી-સ્ટાફના ધન્સાયમ પોપટ સાથે સેટિંગ કર્યું હતું. ગત રોજ વોપારીને પોલીસ સ્ટેશન લાવી ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ કેસ ન કરવા માટે 30 હજારની માંગણી કરી હતી. દરમિયાન વેપારીએ હા પાડી હતી. અને એસીબીની ઓફિસમાં જાણ કરી દીધી હતી. ત્યારબાદ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. સાક્ષીને કારથી ઉડાવ્યો પોલીસ કર્મી લાંચ લેવા એક મહિલા સાથે કારમાં આવ્યો હતો. કર્મી કારમાંથી ઉતરતા જ એસીબીના કર્મચારીઓ આવી ગયા હતા. જેથી પોલીસ કર્મી સાક્ષી વેપારીને કાર ચલાવી ઉડાવ્યો હતો. જેથી સાક્ષીને પગમાં ફ્રેક્ચર થયું છે. જેને હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાક્ષીને ઉડાવ્યા બાદ પોલીસ કર્મી ભાગવા જતા ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેતા ખાનગી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે.