ગુજરાતના 13 ધારાસભ્યોના એપ્રિલમાં જન્મદિવસ, શું ખાસ છે આ નેતાઓમાં? Ahmedabad

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના 182 પૈકી 13 ધારાસભ્યોના એપ્રિલમાં જન્મદિવસ છે. આ ધારાસભ્યોમાંથી મોટાભાગના પ્રથમ વખત ચૂંટાયા છે, તો કેટલાક સિનીયર પણ છે. 13 પૈકી 10 કોંગ્રેસ, 3 ભાજપ અને 1 જનતાદળના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ખાસ કરીને આમાંથી મોટાભાગના ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવામાં નબળા છે. વિધાનસભામાં પોતાના પ્રશ્નોને વાચા આપવામાં અમુક ધારાસભ્યો સાવ નિષ્ક્રિય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમાંથી કેટલા ધારાસભ્યોને ફરી ટિકિટ મળશે અને ચૂંટાશે કે કેમ? તે જોવાનું રહ્યું.