પાલનપુરમાં વાવાઝોડા સાથે વરસાદ: 1નું મોત, હોર્ડિંગ્સ ધરાશાયી Gujarat

પાલનપુર: પાલનપુરમાં બુધવારે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક પવન સાથે તોફાની વરસાદ ચાલુ થઇ ગયો હતો. અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ બની ગયો હતો. ભારે પવનથી કોઝી વિસ્તારમાં છપ્પનભાઈ ચેલાભાઈ પટણી પર ઝાડ પડતાં તેમનું મોત થયું હતું. જ્યારે જુદા જુદા વિસ્તારમાં 12 જણને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.રેલવે ઓવરબ્રીજ પાસે એન્ટ્રીગેટ તુટી પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.જ્યારે વીજવાયરો તુટી પડતાં વીજળી ડુલ થઇ હતી. વાસણ ગામે મકાનનાં પતરાં ઊડી ગયા હતા. સમગ્ર શહેરમાં અંધારપટ પાલનપુરમાં મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક ભારે પવન સાથે વાવઝોડુ ફુકાયું હતું. જેના પગલે આકેસણ રોડ ઉપરના ઝાડ તુટી પડ્યા હતા. જ્યારે હાઇવે ઉપર આવેલી વીજકચેરી નજીક વીજવાયરો પણ તુટી જતાં સમગ્ર શહેરમાં અંધારપટ છવાઇ ગયો હતો. વાવાઝોડાના કારણે રેલવે પુલ પાસેનો એન્ટ્રીગેટ પણ ધરાશાયી થઇ ગયો હતો. વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં કરાં પડયા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું.પાલનપુર આસપાસ વીસ કિલોમીટર વિસ્તારમાં પલટો આવ્યો છે. ચૈત્ર માસમાં અષાઢી માહોલ વાવાઝોડાના કારણે રેલવે પુલ પાસેનો એન્ટ્રીગેટ પણ ધરાશાયી થઇ ગયો હતો. પવન સાથે ભારે વીજળીના ચમકારા અને કડાકાથી ભયભીત માહોલ સર્જાયો હતો. શહેરમાં વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં કરાં પડયા હતા. સતત અડધો કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડતાં રોડ ઉપર પાણી વહેવા લાગ્યું હતું. વરસાદના પગલે બદલાયેલા હવામાનથી લોકોએ ચૈત્રમાસમાં અષાઢી માહોલ અનુભવ્યો હતો. બીજી તરફ વીજળીના કડાકા થતા બજારોમાં લોકો ચીચીયારો પાડતા હતા. તો વેપારીઓ પણ પોતાની દુકાનો બંધ કરીને ઘરે રવાના થઇ ગયા હતા. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર આસપાસ વીસ કિલોમીટર વિસ્તારમાં અચાનક હવામાન પલટો આવ્યો છે. જેનાથી કોઇ મોટુ નુકશાન નથી. મળતી માહિતી મુજબ પાલનપુર ઉપરાંત વડગામ, દાંતામાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે અમીરગઢમાં પવન ફૂંકાયો હતો.