રહેજો સાવચેત, રોજ ACમાં બેસવાથી બોડી પર થશે આવી ખરાબ અસર Ahmedabad

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ દરેક ઓફિસમાં એર કંડીશનર હોય જ છે. એટલે અત્યારે મોટાભાગના લોકો રોજ 8થી 9 કલાક એસીની ઠંડકમાં વિતાવે છે. પરંતુ સ્ટડીઝ મુજબ લાંબા સમય સુધી એસીમાં રહેવાને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેના વિશે મોટાભાગના લોકોને ખબર જ નથી. અલ્બામા યૂનિવર્સિટીની રિસર્ચ મુજબ એસી એક આર્ટિફિશિયલ ટેમ્પ્રેચર બનાવે છે. જેના કારણે બોડી ફંક્શન પર ખરાબ અસર પડે છે. જેનાથી શરદી-ખાંસી, ઈન્ફેક્શન, તાવ, દુઃખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી આજે અમે તમને સતત એસીમાં રહેવાના નુકસાન વિશે જણાવીશું.