ભાજપની મહિલા ધારાસભ્યા અંગુરલતાના નામે સપના વ્યાસના ફોટા વાયરલ!!

આસામના બીજેપીનાં મહિલા વિધાનસભ્ય અંગૂરલતા ડેકાના નામે ગુજરાતના ભુતપૂર્વ આરોગ્ય પ્રધાનની દીકરી સપના વ્યાસ પટેલના ફોટોગ્રાફસ સોશ્યલ મિડીયા પર વાઇરલ થતા હોબાળો મચી ગયો છે અને જોયાજાણ્યા વગર ખોટી રીતે ફોટોગ્રાફસ વાઇરલ કરવા સામે સપના વ્યાસ પટેલે રોષ વ્યકત કરવા સાથે કહયું હતું કે મારા માટે આ ખૂબ શોકિંગ છે અને ફોટો વાઇરલ કરનાર સામે અમે લીગલ એકશન લેવા માટે તૈયારી કરી રહયા છીએ. થોડા દિવસ પહેલાં આસામમાં ચૂંટણી જીતેલા બીજેપીનાં અંગૂરલતા ડેકા તેમના સૌંદર્યને કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. અંગૂરલતા ડેકા એકટ્રેસ અને મોડલ પણ છે એટલે તેમના આકર્ષક ફોટો ઉપલબ્ધ છે અને એ બધા સોશ્યલ મીડિયા પર વિવિધ કમેન્ટ્રસ સાથે ફરી રહયા છે. સોશ્યલ મીડિયાની આવી જ કોઇ પોસ્ટમાં અંગૂરલતા વિશેની વાતમાં કોઇએ ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પટેલની તસવીરો મૂકી દીધી. આ ફોટોગ્રાફસ જોઇને સપના વ્યાસ પટેલને લોકોએ આ બાબતની જાણ કરી હતી. સપના વ્યાસ પટેલ પણ તેમનાં ફોટોગ્રાફસ બીજાના નામે વાઇરલ થયેલા જોઇને હેરાન થઇ ગયા હતાં