ફરીથી એક બીજા એલને જીવ ગુમાવ્યો

અંદાજે એક વર્ષનો બાળક હિજરતીયોથી ખીચોખીચ ભરેલી બોટમાં બેસીને પરિવાર સાથે ઈટાલી જઈ રહ્યો હતો. પરંતુ લીબિયાના સમુદ્રમાં બોટ ડૂબી ગઈ હતી. સોમવારે તેનો ફોટો ઈન્ટરનેશનલ મીડિયામાં એક હ્યૂમન ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે સપ્ટેમ્બરમાં સીરિયાના એલન કુર્દી નામના બાળકનો આવા જ એક ફોટોએ દુનિયામાં ચર્ચા જગાવી હતી.રેસ્ક્યૂ ટીમે આ બાળકને માર્ટિન નામ આપ્યું છે. તેઓનું કહેવુ છે કે પાણીમાં બાળકનો મૃતદેહ એવી રીતે પડ્યો હતો જેવી રીતે કોઈ ડોલ (ઢિંગલી) તરી રહી હોય. હિજરતી કટોકટીને કારણે ભૂમધ્ય સાગર પાર કરવાના પ્રયાસમાં 8000 થી વધુ લોકોનાં ડૂબી જવાથી મોત થયા છે. બોટની કેપેસિટી કરતા બે ગણા લોકો તેમા સવાર હોય છે.