સ્વિત્ઝરલેન્ડમાં પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ જહોન સાથે મુલાકાત

જીનીવાઃ પાંચ દેશોના પ્રવાસે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાન અને કતારની મુલાકાત લઇ ત્રીજા પડાવના ભાગરૂપે સ્વિત્ઝરલેન્ડ પહોંચી ગયા છે. અહીં મોદીએ સ્વિસ ફેડરેશનના પ્રેસિડેન્ટ જોહાન શ્નીડર અમ્માન સાથે મુલાકાત કરી હતી. આ પહેલા કતારમાં ભારતીયોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ‘દુકાળ છતાં દેશનો ગ્રોથ રેટ 7.9 ટકા રહ્યો છે.મોદીએ જણાવ્યું હતું કે તેઓ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ કરવા તેઓ રાષ્ટ્રપતિ જોહાન શ્નીડર અમ્મા સાથે વાત કરશે. તેમણે એવું પણ કહ્યું હતું કે 'હું પ્રમુખ સ્વિસ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરીશ. અમારો એજેન્ડા આર્થિક તેમજ રોકાણને વધારવા અંગેનો હશે. હું CERNમાં કામ કરી રહેલા ભારતીય વૈજ્ઞાનિકોને પણ મળીશ.' મુલાકાત દરમિયાન મોદી ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં જમા કરાયેલા કાળા નાણાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.