કમરે કિરપાણ બાંધી નાચતા જેકલિન વિવાદમાં સપડાય, શિખોમાં આક્રોશ

ઢીશૂમ ફિલ્મના ગીતમાં જેકલિન કમરે કિરપાણ બાંધીને ડાન્સ કરી રહી છે જે બાબતે શીખ લોકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે ફિલ્મ સર્ટિફિકેશન વિભાગને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. ઢિશૂમ'ના ગીત 'સૌ તરહ કે....'માં જૅકલિન ફર્નાન્ડિસે કમર પર કિરપાણ બાંધ્યું હોવાથી દિલ્હી સિખ ગુરદ્વારા મૅનેજમેન્ટ કમિટીના જનરલ સેક્રેટરી મન્જિન્દર સિંહ સિરસા ખૂબ નારાજ થયા હતા અને તેમણે જણાવ્યુ હતું કે જેકલિને એ ગીતમાં ટૂંકો ડ્રેસ પહેર્યો છે અને કમરમાં કિરપાણ બાંધી છે એથી સીખ સમાજની લાગણી દુભાઈ છે. તેમણે મંગળવારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને લેટર પણ લખ્યો હતો અને સાથે ધમકી પણ આપી હતી કે જો આ ગીતને ફિલ્મમાંથી કાઢી નાખવામાં ન આવે તો તેમના પર કેસ કરવામાં આવશે. આ ગીતના લોન્ચિંગ દરમ્યાન વરુણ ધવને એ વિશે ચોખવટ કરતાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતું કે આ ચપ્પુ કિરપાણ નથી. આ એક અરેબિયન ચપ્પુ છે. હું અને મારો ભાઈ પંજાબી છીએ એથી અમે કિરપાણનું અપમાન કરીએ તેવો પ્રશ્ન જ ઉભો નથી થતો.