ઓટો એક્સ્પોમાં ફિલ્મી સિતારાઓ ઝળક્યા

ગુરુવારે દિવસ દરમ્યાન એક્સપોમાં સેલીબ્રિટીઝનો મેળો જામ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એમઆરએફના પવેલિયનમાં પહોંચ્યા. યામાહા બાઇકના પ્રમોશન માટે જ્હોન અબ્રાહમ પહોંચ્યો. જ્હોને ફેન્સ સાથે સેલ્ફીની મજા માણી હતી. મર્સીડીઝ તરફથી ઓસ્કર વિનર એ.આર. રહેમાન, શુભા મુગ્દલ તેમજ અન્ય સેલિબ્રિટીઝ પણ આવ્યા હતા. મનોજ બાજપાઇ પણ એક બ્રાન્ડની કારના પ્રમોશન માટે પહોંચ્યા હતા.