શરિયા હાઈકોર્ટના જજ તરીકે બે મહિલાઓની નિમણુંક

મલેશિયામાં બે મહિલાઓને ઇસ્લામિક શરિયા હાઇકોર્ટના ન્યાયાધીશની નિમણુંક કરવામાં આવી છે. નૂર હુદા રોસલાન ૪૦ અને નેની શુહૈદા શમ્સુદીન ૪૧ને સેલેનગોરના સુલ્તાન શરફુદીન ઈદરીસ શાહની નિમંણુકનો પત્ર આપવામાં આવ્યો છે. નૂર અને નેનીએ કહ્યું કે આ ન્યાયપાલિકાનું સકારાત્મક વિકાસ થઇ રહ્યો છે. મુસ્લિમે મલેશિયાની ન્યાયપાલિકાના ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે કે મહિલાઓએ શરિયા કોર્ટના ન્યાયાધીશ નિમણુંક કરવામાં આવી છે. નેનીએ કહ્યું કે મલેશિયાએ મહિલાઓની વિરુદ્ધ બધી રીતના ભેદભાવોને પુરા કરનાર સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. શેરિયા હાઈકોર્ટે શરિયા બાબતોમાં જોવે છે અને તેમના ન્યાય ક્ષેત્રમાં માત્ર મુસિલ્મ સમુદાય હોય છે.તેઓએ કહ્યું કે મારું માનવું છે કે ભવિષ્યમાં અને મહિલાઓની જવાબદારી આપવામાં આવશે.