માંઝી, નીતિશ-લાલુ ભેગા થયા ઇફતાર પાર્ટીમાં

પટના : આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ દ્વારા આજે અહિયાં આયોજિત ઇફતાર પાર્ટીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને પ્રસિદ્ધ વકીલ અને આરજેડી સાંસદ રામ જેઠમલાણી સહીત વિભિન્ન દળના નેતા સામેલ થયા છે. તેજ પ્રસાદના સરકારી બંગલામાં થયું આયોજન ઇફતાર પાર્ટીનું આયોજન Lalu Yadav ના મોટા પુત્ર અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવના સરકારી બંગલા પર કરવામાં આવ્યું હતું. આ ઇફતાર પાર્ટીમાં ઘણા પ્રમુખ નેતા હાજર હતા. વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી અને વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહ પણ ત્યાં હાજર હતા