કતારગામ ઇદગાહમાં ઇદઉલ ફિત્ર પર કોમીએકતાના દર્શન

સુરતઃ કતારગામ ખાતે આવેલી ઇદગાહ પર ઇદના દિવસે કોમીએકતાના દર્શન થયાં હતા અને તબક્કે શહેરના જાણીતા મુસ્લિમ ધર્મગુરુ અને વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા હઝરત સૈયદ રૂકનુદ્દીન બાવા તેમજ વિખ્યાત સમાજસેવી અને ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટના માધ્યમથી દક્ષિણ ગુજરાતમાં માનવતા અને સેવાકીય કાર્યોની સુવાસ ફેલાવી રહેલા અશ્ફાકભાઇએ હિંદુ સાધુસંતોનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.