તુર્કી પ્રમુખ તૈયબ અર્દગાનની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે

અંકારાઃ શુક્રવારે તુર્કીમાં અમેરિકા સમર્થિત બળવાખોર નેતાના ઇશારે સૈન્ય વિદ્રોહ પછી પણ દેશમાં ઠેરઠેર રાષ્ટ્રપતિ તૈયબ અરર્દગાનની તરફેણમાં મોટો માનવમહેરામણ ઉમટી પડયો હતો. જેમાં તુર્કીની પ્રજામાં તૈયબ અરર્દગાનની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. જોકે ટોળાએ લોકશાહીના ગદ્દાર એવા બળવાખોર સૈનિકોને જાહેરમાં ફટકાર્યા હતા.