અમેરિકામાં આવ્યું સદીનું સૌથી ભયાનક બરફનું તોફાન

મહાસત્તા અમેરિકા સદીના સૌથી ભયાનક બરફના તોફાન 'જોનાઝ'ની જકડમાં આવી ગયું છે. શનિવારે ત્રાટકેલા આ તોફાને રાજધાની વોશિંગ્ટન ડી. સી. સહિત દેશના પૂર્વીય તટના અનેક રાજ્યો તેનાથી પ્રભાવિત થયા છે. ઉત્તરીય જ્યોર્જિયાથી માંડીને ન્યૂજર્સી સુધીના રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ચૂક્યું છે. જોનાઝની ભયાનક્તાને જોતાં વોશિંગ્ટન અને ન્યૂયોર્ક સહિતના અનેક રાજ્યો અને શહેરોએ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. જે રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થયા છે તેમાં ઉત્તર કોરોલિના, ટેનેસી, મેરીલેન્ડ, વર્જિનિયા, ફિલાડેફિલ્યા, ન્યૂજર્સી, ન્યૂયોર્કનો સમાવેશ થાય છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. બરફના તોફાનને કારણે અમેરિકામાં કુલ ૮,૩૩૫ ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ, ૧ લાખ ૨૦ હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. શનિવારે અમેરિકામાં ૨૩ ઇંચ બરફ ખાબક્યો હતો અને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રેકોર્ડબ્રેક ૧૮થી ૪૦ ઇંચ સુધીનો બરફ ખાબકી શકે છે. જોઈ લો