અમદાવાદનું શાકમાર્કેટ છલકાઈ ગયું રંગબેરંગી ફળો અને તાજી શાકભાજીથી

શિયાળાના આગમન સાથે જ બજારમાં લીલા અને તાજા શાકભાજીનું આગમન થઈ જાય છે. બજારોમાં વિવિધ પ્રકારનાં શાકભાજી જોવા મળતા હોય છે. અમદાવાદ શહેરના બજારોમાં શિયાળાની શરૂઆત થતા જ વિવિધ પ્રકારના શાકભાજીનું આગમન થઈ રહ્યું છે. શાકભાજી માટે શિયાળો ઘણો માફકસર હોવાથી આ ઋતુમાં ઓછા પ્રમાણમાં જોવા મળતા શાકભાજી શિયાળામાં ભરપુર અને તાજા શાકભાજી મળી રહે છે. હાલ લીલા શાકભાજીનું બજારમાં આગમન થતાં ગળહિણીઓ માટે પસંદગીના અનેક વિકલ્‍પો મળી રહે છે. જોઈ લો અમદાવાદની શાકભાજીમાં મળતી અનેક વેરાયટી તસવીરોમાં...