નવસારી- બ્રિજ પર લાગેલા પોલ હલકી ગુણવત્તાના હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો

શુક્રવારે સાંજે નવસારી નજીક સુપા ગામે એસટી બસ પડી અને 41 વ્યક્તિઓના મોત નિપજ્યા તેની તપાસમાં આજે નવો ખુલાસો FSL દ્વારા કરવામાં આવ્યો. આ ખુલાસામાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે જેમાં બ્રિજ પર લગાવવામાં આવેલા પોલની ગુણવત્તા હલકી હોવાનું જણાવવામાં આવ્યું છે. પૂલ પરની રેલિંગનાં 25 પોલ ઘટનામાં તૂટી પડ્યા હતા. પૂલ પરની રેલિંગ પરના 3 પોલમાં સળિયા વપરાયા ન હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.