ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કિંગ ખાને અડાલજમાં કર્યું શૂટિંગ

અમદાવાદઃ પોતાની ફિલ્મ 'રઈસ'ના શૂટિંગ માટે શાહરૂખ ખાનએ ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ પહોંચી શૂટિંગ શરુ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિરોધને પગલે અડાલજની વાવ ખાતે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજે ફિલ્મની લીડ એક્ટ્રેસ એવી પાકિસ્તાની માહિરા ખાન અને શાહરૂખ કેટલાક સીન્સનું શૂટિંગ કર્યું હતું.