હાર્દિક પટેલના સમર્થનમાં પાસના સહકન્વીનર નિખીલ સવાણીએ ઘરે શરૂ કર્યા ઉપવાસ

સુરતઃ- લાજપોર જેલમાં બંધ પાસના કન્વીનર હાર્દિક પટેલે અન્ન જળનો ત્યાગ કર્યાના પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. હાર્દિક પટેલના સમર્થનમાં અને અનામત સાથે પાટીદારોને જેલ મુક્ત કરવાની માગ સાથે સુરત પાસના સહકન્વીનર નિખીલ સવાણીએ પણ ઉપવાસ શરૂ કર્યા છે. કલેક્ટરને જાણ કરી નિખીલ સવાણી તેના ઘરે ઉપવાસ શરૂ કર્યા છે.