છકડો રીક્ષા ઉપર પ્રતિબંધ મુકવાની હીલચાલ સામે રોષ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છકડો રિક્ષા પર પ્રતિબંધ મુકવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેના કારણે છકડો રિક્ષાના ચાલકોની આજે મિટિંગ મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ચાલકો હાજર રહ્યા હતા અને પ્રતિબંધ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો. આજે શુક્રવારે બપોરે છકડો રિક્ષાના ચાલકો રેલી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.