કેબલ દૂર કરવાનું અભિયાન...

સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રસ્તો ક્રોસ કરી ઉપરથી નંખાયેલા અને શહેરીજનો માટે જોખમી એવા વિવિધ કેબલો દૂર કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  મનપાએ સંબંધિત એજન્સીઓને આ કેબલ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી. જોકે, અપાયેલા સમયમાં કેબલ દૂર ન કરતા મનપા કર્મચારીઓએ કેબલ કાપી નાંખી દૂર કરવાની શરૂઆત કરી છે. જેનાથી, ધણાના લેન્ડલાઈન ટેલિફોન મુંગામંતર થઈ ગયા છે તો કેટલાકના ઇન્ટરનેટ કનેકશન તો ધણાંના ટીવી બંધ થઈ ગયા છે.