સિમાડા પાસે શાળા બસને અક્સ્માત નડયો, 15 વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

સુરતઃ મંગળવારે સવારે શાળા તરફ જઇ રહેલી ડાયમંડ શાળાની બસ ટ્રક સાથે અથડાતા ધટના સ્થળે ઉંધી વળી ગઇ હતી જેને પગલે 15 જેટલા વિધાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સીમાડા નાકા નજીક ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે આજે વહેલી સવારે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકની ટક્કર બાદ વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ પલ્ટી ખાઈ ગઇ હતી. અને ટ્રક સીધી જ પાસે આવેલા એક ઘરમાં ધુસી ગઈ હતી. જેમાં જે.બી.ડાંયમડ સ્કૂલના લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે અન્ય 15 જેટલા વિદ્યાર્થીઓને વધતી ઓછી ઇજા થઇ હતી.