મેકિસકોની મહિલા પોલિસ અધિકારીએ લીધી અર્ધનગ્ન સેલ્ફી,,થઇ સસ્પેન્ડ

મેક્સિકોની એક મહિલા પોલીસ અધિરકારીએ પેટ્રોલિંગ દરમિયાન પોતાની સેલ્ફી લીધી હતી. પોલીસ અધિકારી નીદિયા ગ્રેસિયાની ટોપલેસ સેલ્ફી સોશયલ મીડિયામાં વાઇરલ થઇ ચૂકી છે જેના પગલે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જો કે ખુબ જ આલોચના થયા પછી આ મહિલા અધિકારીએ દુખ વ્યક્ત કર્યુ હતું. આ સેલ્ફીમાં નીદિયા પોલીસ વાનની પાછળની સીટ પર ટોપલેસ થયેલી દેખાઈ રહી છે. આ સેલ્ફી દરમિયાન તેણે પોતાની બંદૂકને પગ પર મૂકી છે.ફેસબુક પર પોસ્ટ લખીને નીદિયાએ પોતાનાં નિવેદનમાં સેલ્ફી લેવાની વાત સ્વીકારી હતી. તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાથી ઇન્કાર કર્યો હતો. તેણે જણાવ્યું કે, 'હું સ્થાનિક પોલીસ ફોર્સ અને એસ્કાબેજોની જનતાથી માફી માંગુ છું. મારા અનૈતિક ગુના માટે હું માફી માંગુ છું. તેણે વધુમાં કહ્યું કે, 'આવી તસ્વીરોને સોશયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે હું સંપૂર્ણ રીતે અયોગ્ય છું. આ તસ્વીરનાં કારણે લોકોનાં ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે