મસ્જિદે અકસા અલ-અકસા તરીકે જ ઓળખાશે, ટેમ્પલ માઉન્ટ નહીઃ યુનેસ્કોની સીધી વાત

તેલઅવિવઃ યુનેસ્કોએ ઉગ્રપંથી ઇઝરાયલના મનસુબા પર પાણી ફેરવતા પેલેસ્ટાઇન સ્થિત મસ્જિદે અક્સાને અલ-અકસા તરીકે જ ઓળખાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ બાબતે યુનેસ્કોમાં થયેલા મતદાનમાં મસ્જિદે અકસાને અલ-અકસા મસ્જિદ તરીકે જ ઓળખાવવાની તરફેણમાં ૩૩ મતો પડયા હતા જ્યારે તેની વિરુધ્ધમાં માત્ર ૬ મતો પડયાં હતા જ્યારે કે ૧૭ સભ્યદેશો મતદાનમાં ગેરહાજર રહ્યાં હતા. યુનેસ્કોના આ પગલાં સમગ્ર વૈશ્વિક મુસ્લિમ સમુદાયે વધાવી લીધું હતું.