જોન્ટી ભારતીય સંસ્કૃતિમાં તરબોળ,

મુંબઈ ઇન્ડિયન્સનાે ફિલ્ડિંગ કોચ જોન્ટી ભારતીય સંસ્કૃતિમાં તરબોળ થઈ ગયો છે. તેણે પોતાની પુત્રી 'ઇન્ડિયા' માટે મુંબઈના સાંતાક્રૂઝ ખાતે પેજાવર મઠમાં પૂજા-પાઠ પણ કર્યા. એક વર્ષ પહેલાં મુંબઈમાં જ તેની પુત્રીનો જન્મ થયો હતો. જોન્ટીએ પૂજા દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો. પત્ની જીનના ખોળામાં પુત્રી ઇન્ડિયા બેઠી હતી અને આ દંપતીનાં અન્ય બાળકો પણ તે સમયે ઉપસ્થિત હતાં. આ પૂજાપાઠની કેટલીક તસવીરો જોન્ટીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો પરથી જોન્ટીનો ભારત પ્રત્યેનો લગાવ જોવા મળે છે. થોડા સમય પહેલાં જોન્ટીએ તામિલનાડુના એક મંદિરમાં પૂજાપાઠ કર્યા હતા.