૧૧મીએ ભાજપ પ્રમુખ અમિત શાહ કુંભમેળામાં દલિતો સાથે કરશે સ્નાન, લેશે સમુહ ભોજન

ઉજ્જૈન : યુપી ચુંટણી પહેલા પોતાના દલિત એજેન્ડાને આગળ વધારવા ભાજપ અધ્યક્ષ Amit Shah સિંહસ્થ કુંભમાં દલિતો સાથે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરશે. 11 મેના રોજ શાહી સ્નાન સાથે દલિત ધર્મગુરુઓ અને સંતો સાથે ભોજન પણ કરશે. શંકરાચાર્ય જયંતી પર થનાર અ કાર્યક્રમમાટે ૫૧ દલિત ધર્મગુરુઓને બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અને શંકરાચાર્ય તેને હિંદુ સમાજમાં ભાગલા પાડવાની કવાયત બતાવી રહ્યા છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આ દિવસોમાં આસ્થાનો મેળો ઉમટી પડ્યો છે. અહિયાં ક્ષિપ્રાના તટ પર સાધુ, સંત, શાહી સ્નાન અને યજ્ઞ-હવન સાથે આસ્થા, દેશભક્તિ અને સામાજિક સમરસતાનો પણ મહાકુંભ છે. આ સિંહસ્થ કુંભમાં ઘણી વસ્તુઓ પહેલી વાર થઇ રહી છે. તેમાંથી એક છે ભાજપ અધ્યક્ષનું દલિત સાધુ - સંતો સાથે અલગથી સ્નાન અને ભોજન. આટલું જ નહિ, 11 મેના રોજ અમિત શાહ દલિતોના વાલ્મીકી ધામથી લઈને ક્ષિપ્રાના ઘાટ સુધી શોભા યાત્રા પણ નીકાળશે. મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર હિતેષ બાજપેઈએ કહ્યું છે કે, અમિત શાહ વાલ્મીકી ધામ જશે. શોભા યાત્રા નીકાળશે. અનુસુચિત જાતિના ધર્મગુરુ અને સંતો સાથે કુંભ સ્નાન અને સહ્ભોજન કરશે.