સુબ્રત રૉયની માતાના અંતિમ સંસ્કારમાં અનેક હસ્તીઓ સામેલ થઇ

લખનૌ : સહારાના ચીફ સુબ્રત રૉયની માતાના અંતિમ સંસ્કારમાં ઘણા વીવીઆઈપી સહીત અનેક હસ્તીઓ પણ સામેલ થઇ હતી. અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રાજ બબ્બર, મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સપા નેતા શિવપાલ યાદવે સુબ્રત રૉયની 95 વર્ષીય માતા છબિ રોયને શ્રદ્ધાંજલી આપી હતી