હિન્દુસેનાએ ડોનાલ્ડ ટ્રમ્પના વિજ્ય માટે કરાવ્યું હવન

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન કેન્ડિડેટ બનવાની રેસમાં આગળ ચાલતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતમાં હવન-પૂજા થઈ રહી છે. હિન્દુ સેના નામના સંગઠન તરફથી કરવામાં આવી રહેલા હવનમાં ટ્રમ્પની જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. હિન્દુ સેનાના ચીફ વિષ્ણુ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, અમારુ માનવું છે કે, ઈસ્લામિક આતંકવાદ આ દુનિયા માટે કેન્સર છે. ટ્રમ્પ પણ આ વાતમાં જ વિશ્વાસ કરે છે. તેથી તેઓ જીતે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. ટ્રમ્પને સપોર્ટ જાહેર કરવા માટે એક ડઝન હિન્દુ સેના વર્કર જંતર-મંતર પર ભેગા થયા છે. તેમની સાથે એક પંડિત પણ છે અને પૂજા દરમિયાન ટ્રમ્પનું પોસ્ટર પણ જોવા મળે છે.