પાકિસ્તાની મુળના લંડનના મેયર સાદિકખાન સ્વામીનારાયણના ભકત!!

લંડનના પ્રથમ મુસ્લિમ મેયર સાદિકખાનની મંદિરની મુલાકાતના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફોટોગ્રાફ્સમાં સાદિકખાન મંદિરમાં ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા પણ જોવા મળે છે. પાકિસ્તાની મૂળના સાદિકખાન 3 મેના રોજ લંડનના પ્રથમ મુસ્લિમ મેયરપદે ચૂંટાયા હતા.ફોટોમાં સાદિક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી પાસેથી નાડાછડી બંધાવતા અને ભગવાનને હિંડોળે ઝુલાવતા નજરે પડે છે. મંદિરમાં ઉપસ્થિત હરિભક્તો સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. સાદિકે 3 મેના રોજ તેમની એક ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું હતું કે 'નીસ્ડનનું શ્રી સ્વામિનારાયણ મંદિર મારા મનપસંદ સ્થળો પૈકી એક છે.સાદિકખાને ઉમેર્યું હતું કે મારી લાઇફ લંડન આવેલા ઘણા ભારતીયો સાથે મળતી આવે છે. મારા માતાપિતા 1970ના દાયકામાં કુટુંબની બહેતર જિંદગી માટે લંડન આવ્યા હતા. તેમણે હંમેશા અમને એજ્યુકેશન, વર્ક અને કમ્યૂનિટીનો આદર કરતા શીખવ્યું છે.