મનગમતી જોબ અને ઇન્ટરવ્યુમાં સફળતા માટે આ છે, 8 ગ્રૂમિંગ ટિપ્સ None

ઇન્ટરવ્યુ આપણાં કરિયરનો એક મહત્વનો હિસ્સો હોય છે અને આપણાં ઉપર દબાણ હોય છે નિયત સમયની અંદર પોતાના જ્ઞાન અને પર્સનાલિટીથી સામેવાળાનો ઇમ્પ્રેસ કરવાનું. દુઃખની વાત એ છે કે આપણે જેવા ઇન્ટરવ્યુ રૂમમાં એન્ટર થઇએ ત્યારથી જ આપણાં લુક્સને જજ કરવાનું શરૂ થઇ જાય છે. આ તબક્કા બાદ જ આપણી આગળની વાતચીતની દિશા પણ નક્કી થાય છે. અહીં કેટલીક સ્ટાઇલ ટિપ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જે તમને ઇન્ટરવ્યુ માટેની યોગ્ય તૈયારીઓ કરવામાં મદદરૂપ થશે. એક્સેસરીઝના મામલે ઓછું જ વધારે છેઃએવું કંઇ પણ જે ઇન્ટરવ્યૂઅરનું ધ્યાન ભંગ કરે, તે તેને અવોઇડ કરો. તેથી કોઇ પણ ચંકી અથવા ઓવર ધ ટોપ ચીજથી દૂર રહો. જ્વેલરી, બેલ્ટ્સ, બ્રૂચેઝ, પર્સ વગેરે મામલે મિનિમલ એક્સેસરીઝ જ યોગ્ય છે. વાળ યોગ્ય રીતે બાંધેલા અથવા કપાયેલા હોવા જોઇએ, જેથી ચહેરો સ્પષ્ટ દેખાયઃ ખુલ્લા, વિખેરાયેલા, ગૂંચવાળા અને ચહેરાને ઢાંકી દેતા વાળ, મીટિંગની ગંભીરતાને ઓછી કરે દે છે. તેથી જરૂરી છે કે તમારો ચહેરો દૂરથી પણ સ્પષ્ટ દેખાવો જોઇએ. કારણ કે એક ઇન્ટરવ્યુમાં માત્ર વાતચીત જ નહીં ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજ પણ સામેલ હોય છે. આટલા ઓછા સમયમાં કોઇની પાસે એટલો સમય નથી કે તમારાં વાળની પાછળ છૂપાયેલી આંખોને જોવાની મહેનત કરે. સંસ્થાના વાતાવરણને જાણોઃ અત્યારના સમયમાં કંપનીમાં ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર ખુબ જ ચલણમાં છે તેથી ડ્રેસિંગ તેનો મહત્વનો હિસ્સો છે. પછી તે ફોર્મલ હોય, સેમી ફોર્મલ અથવા કેઝ્યુલ હોય, તે અંગે યોગ્ય રીતે રિસર્ચ કરીલો જેથી પ્રથમ નજરે તમારો દેખાવ અજીબ ના લાગે. કોઇ ચીજનો મહત્વનો હિસ્સો બનવા માટે આ જરૂરી છે. તેથી કંપનીના વાતાવરણ અનુસાર ડ્રેસિંગ કરવાનો આગ્રહ રાખો. યોગ્ય ફિટિંગવાળા, પ્રેસ કરેલા કપડાં: ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિના સન્માનને ધ્યાનમાં રાખીને decent કપડાં પહેરો. વધારે પડતાં ચુસ્ત કે લૂઝ અથવા રિવિલિંગ ક્લોથ્સ પહેરવાનું ટાળો. જો તમે સારાં ફિટિંગ અને પ્રેસ કરેલા આઉટફિટ નથી પહેર્યા તો ઇન્ટરવ્યૂઅર પર તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી નહીં પડે. પર્સનલ hygiene:હંમેશા એવો વ્યવહાર રાખો, જેની તમે અન્ય પાસેથી અપેક્ષા રાખો છો. તેથી તનની દુર્ગંધ, શ્વાસની દુર્ગંધ પણ ઇન્ટરવ્યુ રૂમમાં બિલકુલ ના હોવી જોઇએ. એક માઇલ્ડ પરફ્યૂમ અથવા ડિઓનો ઉપયોગ કરો. મીટિંગ શરૂ થતા પહેલા ચ્યૂંઇગમ થૂંકવાનું ના ભૂલો. બેસિક મેકઅપઃ તમારાં ચહેરા ઉપર કોઇ પણ ડાઘ અથવા નિશાનને છૂપાવવા અને ચહેરાની ત્વચા એકસરખી દેખાય તે માટે મેકઅપ યોગ્ય રીત છે. પરંતુ જરૂરતથી વધારે મેકઅપ ના કરો. વધારે પડતાં રંગીન અથવા બ્રાઇટ મેકઅપ તમારાં ચહેરા અથવા ગળા ઉપર ના હોવો જોઇએ. સારી બેગ કૅરી કરોઃપોતાને શાંત અને સંયોજિત દર્શાવવા માટે તમારાં હાથમાં અનેક ચીજો જેમ કે પેપર, પેન, નોટપેડ્સ, વોલેટ્સ, પર્સ, લેપટોપ્સ, ફોલ્ડર અથવા અન્ય કૅરી ના કરો. હંમેશા decent, neat અને સારી બેગ લઇને જાવ જેમાં તમારી જરૂરિયાતનો તમામ સામાન આવી જાય. સામનને ઢાંસીને ના ભરો. તમારાં હાથ ખાલી અને સ્વચ્છ લાગશે અને હાથ મિલાવવા માટે તૈયાર પણ! ફૂટવેરઃઅહીં સ્વચ્છ, decent, યોગ્ય ફિટિંગવાળા પોલિશ્ડ જૂતાની વાત થઇ રહી છે. યુવકોએ ધોયેલા મોજાની સાથે અને યુવતીઓ સેન્ડલ્સ, પીપ ટોઝ અથવા પમ્પ્સ વધુમાં વધુ 2/3 ઇંચ હીલની સાથે પહેરવા જોઇએ. એક વાત યુવતીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે ઇન્ટરવ્યુ રૂમમાં પ્રવેશ કરતાં જ તમારો પ્રભાવ પડે છે. તેથી વધારે પડતાં અવાજ કે ચાલ ખરાબ કરનારા જૂતાથી દૂર રહો. છેલ્લે, એક મહત્વની વાત કે તમે કામ માટે કોઇને મળી રહ્યા છો પાર્ટી માટે નહીં. તો સારાં કપડાં પહેરો. સારો વ્યવહાર રાખો અને પ્રોફેશનલ રીતે એક્સપ્રેસ કરો.