2019 લોકસભા ચૂંટણીમાં વોટિંગ કર્યા બાદ નીકળશે ચિઠ્ઠી, કેન્દ્રએ ECને આપ્યું ફન્ડ New Delhi

નવી દિલ્હી. ચૂંટણી પંચે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફન્ડને આવકાર્યું છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, 2019 સુધી આ મશીનોનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. તાજેતરમાં થયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અનેક પક્ષોએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ VVPATની માંગ વધી ગઈ હતી. કેટલા મશીન ખરીદવામાં આવશે - ઈલેકટ્રોનિક વોટિંગ મશીનોમાં ગડબડના આરોપ બાદ કેબિનેટ ગત મહિને નવી વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીનો ખરીદવા ફન્ડની મંજૂરી આપી હતી. જે બાદ ચૂંટણી પંચે સરકારને પ્રપોઝલ મોકલી હતી. - સરકારે VVPAT મશીનો ખરીદવા 3173 કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કર્યું હતું. આ ફન્ડમાંથી 16.15 લાખ નવા મશીનો ખરીદવામાં આવશે. VVPATના પ્રોડક્શન પર નજર રાખશે EC - ECએ કહ્યું હતું કે નવી મશીનો ખરીદવા માટે ECIL અને BEL કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીને આ મશીનો તૈયાર કરવામાં 30 મહિના લાગશે. - 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ મશીન મળી જાય તે માટે ચૂંટણી પંચ ખુદ VVPATsના પ્રોડક્શન પર નજર રાખશે. - ઉપરાંત કમીશન 2019 ઈલેકશનમાં તમામ ઈવીએમમાં VVPATs લાગેલી હોય અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પૂરી રીતે અમલમાં લાવી શકાય તે ધ્યાનમાં રાખશે. ચીફ ઈલેક્શન કમિશ્નરે લખ્યો હતો સરકારને લેટર -16 એપ્રિલના રોજ ચીફ ઈલેક્શન કમિશ્નર નસીમ જૈદીએ કેન્દ્ર સરકારને લેટર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે VVPAT માટે સરકાર જલ્દી ફન્ડ જાહેર કરશે 2019ની લોકસભા ચૂંટણી પહેલા મશીનો મળી જાય તેમ ચૂંટણી પંચ ઈચ્છે છે. - લેટરમાં ચૂંટણી પંચે ઈવીએમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ECએ સરકારને 11 રિમાઈન્ડર મોકલ્યા હતા - જૂન 2014થી ઈસીએ મશીનો ખરીદવા માટે સરકારને આશરે 11 રિમાન્ડર મોકલ્યા હતા. થોડા દિવસો પહેલા સુપ્રીમે તમામ ચૂંટણીમાં VVPAT મશીનોના ઉપયોગની વાત કરી હતી. - 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ બીએસપી, આપ, કોંગ્રેસ, સપા સહિત અનેક પક્ષોએ ઈવીએમમાં છેડછાડની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી હતી. આ પાર્ટીઓએ આ મુદ્દાને રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચ સમક્ષ પણ ઉઠાવ્યો હતો. શું છે VVPAT? - વોટિંગ સમયે વોટર્સને ફીડબેક આપવાની આ એક રીત છે. આ રીતે ઈવીએમમાંથી પ્રિન્ટરની જેમ એક પ્રકારનું મશીન એટેચ કરવામાં આવે છે. વોટ આપ્યા બાદ 7 સેકન્ડ પછી તેમાંથી એક રસીદ નીકળે છે. તેના પર સીરિયલ નંબર, નામ અને તમે જે કેન્ડિડેટને વોટ આપ્યો હોય તેનું ઈલેક્શન સિમ્બોલ હોય છે. - આ રસીદ મશીનમાંથી નીકળ્યા બાદ તેમાં લાગેલા એક બોક્સમાં જતી રહી છે. વોટરને તે આપવામાં આવતી નથી.