બલૂચિસ્તાનમાં બ્લાસ્ટઃ 20થી વધુનાં મોત, સંસદના ડેપ્યુટી ચેરમેન ઘાયલ New Delhi

ઈસ્લામાબાદઃપાકિસ્તાનના બલુચિસ્તાન પ્રોવિન્સમાં થયેલા એક બ્લાસ્ટમાં 20થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્લાસ્ટ ખૂબ પ્રચંડ હતો. ઘટનામાં પાકિસ્તાની સંસદના ડેપ્યુટી ચેરમેન મૌલાના અબ્દુલ ગફૂર હૈદરી પણ ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારની નમાઝ બાદ મસ્તંગમાં બ્લાસ્ટ થયો. - પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે બ્લાસ્ટના ફૂટેજ પ્રમાણે હૈદર કારમાં બેઠા હતા અને તેમના ડ્રાઈવરનું ઘટનામાં મોત થયું. - હૈદરી મૌલાના ફઝલુર રહેમાનના જમીયત ઉલેમા એ ઈસ્લામ ફઝલ સાથે જોડાયેલા છે. આત્મઘાતિ હુમલો હોવાની આશંકા - ક્વેટાથી અંદાજે 70 કિમી દૂર મસ્તંગમાં થયેલો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવે છે. - સીનિયર પોલીસ ઓફિસર અબ્દુલ રઝાકે કહ્યું કે બ્લાસ્ટમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હૈદરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હૈદરીએ જણાવ્યું કે તેઓને સામાન્ય ઈજા થઈ છે.