સ્મિથ બન્યો પેશ્વા, જાણો ભારતમાં શું કરી રહ્યાં છે અન્ય વિદેશી ક્રિકેટર્સ Mumbai

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL રમવા માટે ઘણા વિદેશી ક્રિકેટર્સ અત્યારે ભારતમાં છે. આ દરમિયાન ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ ભારતીય રંગમાં રંગાઇ ગયો છે. IPL ટીમ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટનો કેપ્ટન મહારાષ્ટ્રમાં પહેરવામાં આવતી ટ્રેડિશનલ ડ્રેસમાં નજરે પડ્યો હતો. આ તસવીર તેને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યુ પૂણેમાં અજિંક્ય સાથે કેટલાક ભારતીય ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને જોઇ રહ્યો છું. તમે તેના વિશે શું વિચારો છો. સ્મિથ સિવાય અન્ય ક્રિકેટર્સ પણ ભારતમાં મજા માણી રહ્યાં છે.