IPLમાં ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ગુજરાત લાયન્સના બે ખેલાડી સંડોવાયા New Delhi

નવી દિલ્હી: આઇપીએલ મેચમાં સટ્ટાબાજીને લઇ ગુજરાત લાયન્સના બે ખેલાડીના નામ સામે આવ્યા છે. કાનપુરમાં સટ્ટાબાજીમાં બુકી નયન શાહના ફોન પર આ ખેલાડીઓ સાથે કરવામાં આવેલી વોટ્સએપ ચેટ મળી છે. ગુજરાત લાયન્સના આ બે ખેલાડીઓના નામ પોલીસે બીસીસીઆઇની ટીમને સોપી દીધા છે. જોકે, હજુ આ નામોને જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસનું સફળ ઓપરેશન - મહત્વપૂર્ણ છે કે કાનપુર પોલીસે આઇપીએલ મેચમાં સટ્ટો લગાવવાના આરોપમાં માસ્ટર માઇન્ડ સહિત 3 સટોડિયાઓને લેન્ડમાર્ક હોટલમાંથી ઝડપી લીધા હતા. - પોલીસે તેમની પાસેથી 40 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. - કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ રમવા માટે આવેલી ગુજરાત લાયન્સ અને દિલ્હીની ટીમ પણ આ જ હોટલમાં રોકાઇ હતી. આ ખુલાસા પણ થયા - ધરપકડ કરાયેલ આરોપી પિચની માહિતી બુકીઓને આપતો હતો. તેના મોબાઇલમાં પિચની કેટલીક તસવીરો પોલીસને મળી છે. - આ કામ માટે એક આરોપી રમેશે દોઢ લાખ રૂપિયા લીધા હતા. રમેશ ગ્રીન પાર્ક સ્ટેડિયમનો જ કર્મચારી છે. - બીજો આરોપી વિકાસ ચૌહાણ સટ્ટેબાજોને ફોન કોલ રિસીવ કરી નયન સાથે વાત કરાવતો હતો. - ત્રીજો આરોપી રમેશ ગ્રીન પાર્ક સ્ટેડિયમની અંદરથી પિચની તસવીરો અને મેદાનની તસવીરો નયનને આપતો હતો. - મુંબઇના નયનના તાર કેટલાક બુકી સાથે જોડાઇ ચુક્યા છે. ભારતથી લઇ વિદેશના કેટલાક સટ્ટેબાજોના તે સંપર્કમાં છે. - ગુજરાત,મુંબઇ, દિલ્હી, રાજસ્થાન, ચંદીગઢ અને કોલકાતા સાથે આફ્રિકાના એક સટ્ટેબાજ હનીફના પણ તે સંપર્કમાં છે. - મહત્વપૂર્ણ છે કે કાનપુરમાં 13-મેએ ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાવાની છે. અંડર-17 નેશનલ રમી ચુક્યો છે બુકી - મુખ્ય આરોપી નયન શાહ મહારાષ્ટ્રનો છે. તે મુંબઇ તરફથી અંડર-17 નેશનલ સુધી રમી ચુક્યો છે. સાથે જ અંડર-19માં પણ રમી ચુક્યો છે. - જ્યારે તેનું આગળ સિલેક્શન ન થયુ ત્યારે તેને સટોડિયાઓ સાથે હાથ મીલાવવાનું શરૂ કર્યુ હતું. ગત 3 વર્ષથી તે આ કામ કરી રહ્યો છે. એક ક્રિકેટ ખેલાડી હોવાને કારણે તેને કોઇ પણ મેદાનનું એનાલિસિસ કરવામાં કોઇ પરેશાની થતી નહતી. - નયનને આ કામ માટે 2થી 3 લાખ રૂપિયા મળતા હતા.