સુરતઃ કાલે દુકાનનું ઉદઘાટન થયું ને આજે ચોરોએ કર્યો હાથ ફેરો, CCTV Surat

સુરતઃ નવસારી બજારમાં એક વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે એક ગારમેન્ટની દુકાનનું ઉદઘાટન થયું હતું. જેમાં આજે વહેલી સવારે ચોરોએ હાથ ફેરો કર્યો હતો. જોકે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ લધુ તપાસ હાથ ધરી છે. તસ્કરો સીસીટીવીમાં કેદ નવસારી બજારમાં ગઈ કાલે ફૈઝલ યુનુસ કાપડીયા દ્વારા શાહીદ ફેશન નામની ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. જેમાં આજે વહેલી સવારે તસ્કરો દુકાનું શટર તોડી અદંર પ્રવેશ્યા હતા. તસ્કરો શર્ટ-પેન્ટ અને રોકડા સહિત કુલ 2 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે દુકાનની સામે આવેલી દુકાનના માલિકે ચોરી થઈ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચા તપાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હોવાનું જણાયું હતું. જેથી પોલીસ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.