સુરતઃ નેશનલ હાઈ-વે પર ટેન્કર બ્રિજ પરથી ડિવાઈડર કૂદાવી થયું ઉંધા માથે Surat

સુરતઃપલસાણાથી નવસારી જતું એક ટેન્કર નેશનલ હાઈ-વે પર બ્રિજની સાઈડમાં આવેલું ડિવાઈડર કૂદાવી ઉંધા માથે થઈ ગયું હતું. જેથી તેમાં સવાર ડ્રાઈવર અને ક્લિનરને ઈજા પહોંચી હતી. અને બન્નેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા. ટેન્કરનો પાછળનો ભાગ બ્રિજના ડિવાઈડર પર લકટી પડ્યો પલસાણાથી એક કેમિકલ ભરેલું ટેન્કર નવસારી જવા માટે નીકળ્યું હતું. દરમિયાન નેશનલ હાઈ- વે 8 પર ટેન્કરના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી ટેન્કર બ્રિજ ઉતરતા સમયે સાઈડમાં આવેલું ડિવાઈડર કૂદાવી નીચે પટકાયું હતું. જ્યારે ટેન્કરની કેબિન રોડ પર હતી. અને પાછળનો ભાગ બ્રિજના ડિવાઈડર પર લકટી પડ્યો હતો. આ અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનરને ઈજા પહોંચી હતી. જેથી બન્નેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા.