હાર્દિક પટેલની વિશેષ હાજરીમાં ભાવનગર શહેરમાં ન્યાય યાત્રા અને સભાનું આયોજન Surat

બોટાદઃ પાટીદાર સમાજ પર સરકારના અત્યાચારના વિરોધમાં બોટાદમાં હાર્દિક પટેલ સહિત અનેક યુવકોએ મુંડન કરાવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર સમાજના હાર્દિક પટેલની વિશેષ હાજરીમાં ભાવનગર શહેરમાં ન્યાય યાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલની હાજરીમાં સાંજે 4 કલાકે ગઢેચી વડલા ખાતે સરદાર પટેલના સ્મારકને ફુલહાર કરીને ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. નિલમબાગ સર્કલથી જ્વેલ્સ સર્કલ થઇ ન્યાય યાત્રા વિજયરાજ નગરમાં આર.ટી.ઓ રોડ ખાતે આવેલી ગોપાલલાલજીની હવેલી સામેની વાડીમાં ભવ્ય સભામાં રૂપાંતર પામશે. આ ન્યાય યાત્રાનું સમગ્ર રૂટમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. દલીત સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ અને કોળી સમાજ દ્વારા અભિવાદન પણ કરવામાં આવશે. સવર્ણ સમાજને અનામતના લાભથી વંચિત રાખવા, મોંઘુ શિક્ષણ, ન્યાય તંત્રની કથળતી સ્થિતિ સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. પાટીદાર સમાજની ન્યાય યાત્રા અને સભાને તંત્ર દ્વારા એક અઠવાડિયા જેટલા સમયથી મંજૂરી માંગવા છતાં કોઇ મંજૂરી ન મળતા રોષની લાગણી જાગી હતી કચેરીના વારંવારના ધક્કા બાદ અંતે પાટીદાર સમાજને મંજૂરી મળી છે.