વીડિયો માટે Googleનો ઐતિહાસિક નિર્ણય, ભારતમાં લોન્ચ ‘YouTube Go’ એપ None

Googleએ મંગળવારે માહિતી આપી કે, તેમને ભારત માટે ડિઝાઈન કરેલ એક ખાસ મોબાઈલ એપ યૂટ્યૂબ ગો લોન્ચ કરી છે. આ એપ દ્વારા યુઝર્સ સરળતાથી વીડિયો ડાઉનલોર્ડ અને શેર કરી શકશે. આ હાલમાં એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાં વીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ વીટા વર્ઝનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોર્ડ કરી શકાય છે. ગૂગલે જણાવ્યું કે, આ એપને અમે ભારતમાં એક ટેક્નિક્લ ક્રાંતિના રૂપમાં જોઈએ છીએ, કેમ કે ભારત એક એવો દેશ છે જ્યાં ફાસ્ટ ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી હજુ પણ એક મોટી સમસ્યા છે. ભારતમાં આ એપ આવ્યા બાદ ઈન્ટરનેટ વાપરતા યુઝર્સ ઝડપી વીડિયો જોઈ શકશે. જે ભારતમાં માટે એક ક્રાતિકારી ફેરફાર હશે Googleએ આની જાહેરાત પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં કરી હતી પરંતુ યુ-ટ્યુબે હવે જઈને આને યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. ગૂગલ તરફથી આવતા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, થોડો વધારે સમય તેમને એપની ટેસ્ટિંગ અને સારી ગુણવત્તામાં સુધાર માટે લીધો છે. You Tube Go મેન યૂટ્યૂબનું લાઈટ વર્ઝન છે, જેથી યુઝર્સને ડેટા વાપરવામાં વધારે કંટ્રોલ મળશે તેની સાથે યુઝર્સને સ્લો ઈન્ટરનેટ કનેક્શનની સ્થિતિમાં પણ એપને શાનદાર રીતે વાપરી શકાશે. આ એપમાં ચાર વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યો છે. 1. આ એપને ઓફલાઈન ઓપ્ટિમાઈજેસન કરવામાં આવી છે 2. આના સર્ચને ઈમ્પ્રૂવ કરવામાં આવ્યું છે 3. આમાં વીડિયો શેર કરવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. 3. ઈન્ટરનેટ વપરાશને ઓછો કરવામાં આવ્યો છે. યૂટ્યબૂબના પ્રોડ્કટ મેનેજર વાઈસ પ્રેસિડેન્ટ જોહાના રાઈટે કહ્યું છે કે, You Tube GO ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ડેટાનો ઓછો યૂઝ કરશે અને ક્નેક્ટિવિટી પણ ફાસ્ટ હશે. સ્લો ઈન્ટરનેટમાં પણ સેવ થશે વીડિયો ગૂગલે કહ્યું કે, આ એપ દ્વારા સ્લો ઈન્ટરનેટ કનેક્શનમાં પણ યુઝર્સ આરામથી વીડિયો સેવ કરી શકશે. જોકે, હાલમાં બીટા વર્ઝનની આ એપ પાંચ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે, જેમાં આવનાર સમયમાં 10 ભાષાઓ મળશે. સ્માર્ટ પ્રીવ્યુ ફિચર્સ છે ખાસ આ એપ્સમાં સ્માર્ટ પ્રીવ્યુ ફિચર આપવામાં આવ્યું છે, જેથી યુઝર્સને ખબર પડશે કે, જે વીડિયો તે જોવા માંગે છે કે, સેવ કરવા માંગે છે તેમાં શું છે.