RSમાં વિપક્ષે કહ્યું- EVMની સરકાર નહીં ચાલે; આ જનતાનું અપમાન-BJP New Delhi

સંસદમાં ઈવીએમમાં છેડછાડના આરોપો પર બુધવારે રાજ્યસભામાં ખૂબ જ હોબાળો થયો. મુદ્દો માયાવતી દ્વારા ઉઠાવવામાં આવ્યો. તેઓ આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા હતા. વિપક્ષના સભ્યોએ સૂત્રો પોકાર્યા હતા કે ‘ઈવીએમની આ સરકાર નહીં ચાલે, નહીં ચાલે’. હોબાળો વધતા ગૃહની કાર્યવાહી પહેલા 11.30 વાગ્યા સુધી રદ કરવામાં આવી હતી.જોકે, ડેપ્યુટી સ્પીકર પી જે કુરિયને કહ્યું કે નિયમ 267 મુજબ તેની પર ચર્ચા નહીં થઈ શકે. બીજેપી તરફથી મુખ્તાર અબ્બાસ નકવીએ ઈવીએમ પર સવાલ ઉઠવાને જનતાનું અપમાન કહ્યું હતું. ઉત્તર પ્રદેશની ચૂંટણી પરિણામો બાદ લાગી રહ્યા છે આરોપ - મહત્વપૂર્ણ છે કે, માયાવતીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને મળેલી હાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. - જેમાં તેઓએ ઈવીએમમાં છેડછાડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. માયાવતીનું કહેવું હતું કે મુસ્લિમોની વધુ આબાદીવાળા વિસ્તારમાં બીજેપીની જીતથી તેમની આશંકા વધુ મજબૂત બની ગઈ છે. સૌથી મોટા રાજ્યમાં બીજેપીએ કરી ચોરી - કોંગ્રેસ - રાજ્યસભામાં કોંગ્રેસી નેતા ગુલાબ નબી આઝાદે પણ ઈવીએમમાં ગડબડી કરવાનો આરોપ લગાવ્યો. - તેઓએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને સીધું બીજેપી પર નિશાન સાધ્યું. કહ્યું, દેશના સૌથી મોટા રાજ્યમાં બીજેપીએ ચોરી કરી છે. - આઝાદે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ પર રોક લગાવવાની માંગ કરી છે. બીજેપીએ કહ્યું, જનતાનું અપમાન - વિપક્ષના આરોપો પર નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ઈવીએમથી પહેલા પણ અનેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યોજાઈ છે, ત્યારે આ પ્રકારના સવાલ નથી ઉઠાવવામાં આવ્યા. - તેઓએ કહ્યું હવે ઈવીએમ પર સવાલ ઊભા કરવા તે જનતાનું અપમાન છે. આ સવાલ બીજેપી પર નહીં પરંતુ ઇલેક્શન કમીશન પર ઉઠાવવામાં આવી રહ્યો છે.