સમુદ્રના રસ્તે મુંબઈમાં ઘૂસી શકે છે ISISના આતંકી, કોસ્ટગાર્ડે કર્યા એલર્ટ Mumbai

દેશના ઇકોનોમિક કેપિટલ મુંબઈ પર ફરી એકવાર આતંકી હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. કોસ્ટ ગાર્ડે મુંબઈ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધા છે. તે મુજબ, ISISના ત્રણ આતંકી મુંબઈના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારબાદ હવે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. થઈ શકે છે 26/11 જેવો હુમલો - ભારતીય કોસ્ટગાર્ડએ આ ઇનપુટ મુંબઈ પોલીસ અને બીજી તમામ એજન્સોઓને ફેક્સ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ISISના ત્રણ સંદિગ્ધ આતંકી 26/11ની જેમ મુંબઈમાં હુમલો કરી શકે છે. તેઓ સમુદ્રના રસ્તે મુંબઈમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. - કોસ્ટગાર્ડના એક અધિકારી મુજબ, અમે લાંબા સમયથી અરબ સાગરમાં સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન સમુદ્રની અંદર થુરાયા સેટેલાઈટ ફોન પર વાતચીતના કેટલાક અંશ મળ્યા. - મંગળવારે જાહેર કરવામાં આવેલા ઇનપુટ્સમાં સંદિગ્ધોના નામ અને તેમના મિશન સાથે સંકળાયેલા અનેક જાણકારી એજન્સીઓને સોંપવામાં આવી છે. - જાણકારીને ખાનગી રાખવામાં આવી છે. મુંબઈ પોલીસે પણ આ વિશે વધુ કંઈ વિગતો આપવાનો હાલ ઇન્કાર કર્યો છે. - પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોસ્ટગાર્ડે અમને ફેક્સ દ્વારા સૂચના આપી. તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે અને તપાસ ચાલી રહી છે. મુંબઈ એલર્ટ પર - એલર્ટ મળ્યા બાદથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સતેજ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે હાલના સમયમાં સમુદ્રી સીમામાં સતત ઘૂસણખોરીના અનેક પ્રયાસોને કોસ્ટગાર્ડે નિષ્ફળ કરી દીધા હતા. - મહત્વપૂર્ણ છે કે 26/11 હુમલાના સમયે પણ સમુદ્રના રસ્તે 10 આતંકી મુંબઈમાં ઘૂસી ગયા હતા.