કાનપુરઃ આલિયાને સ્પીડપોસ્ટથી મળ્યા ટ્રિપલ તલાક, CM, PMની માંગી મદદ Mumbai

કાનપુર. ટ્રિપલ તલાકને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા ચર્ચાની વચ્ચે વારંવાર નવા પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. કોઈક મુસ્લિમ મહિલાને ફોન પર તો કોઈને પોસ્ટ કાર્ડ, વોટ્સએપ ડીપી દ્વારા તલાક આપ્યા હોવાના અહેવાલ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ટ્રિપલ તલાકની નવીન રીતમાં વધુ એકનો ઉમેરો થયો છે. કાનપુરની આલિયા સિદ્દકીને તેના પતિએ સ્પીડ પોસ્ટથી ટ્રિપલ તલાક આપ્યા હોવાનો દાવો કર્યો છે. તેણીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ મુદ્દે દખલગીરી કરી ન્યાય અપાવવાની માંગ કરી છે. આલિયાએ શું ટ્વિટ કર્યું આલિયાએ મંગળવારે સાંજે પીએમ અને સીએમને ટ્વિટ કરીને કહ્યું, પ્લીઝ મારી મદદ કરો. મારા પતિએ મને સ્પીડ પોસ્ટથી 3 તલાક આપ્યા છે. તમે મળવા માટે સમય આપો. મને ન્યાય આપો. આલિયાએ કહ્યું કે, તેણી ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં છે અને તે નાબૂદ થાય તેવી માંગ છે. ન્યાય મેળવવા માટે હું સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવીશ. પતિ છે આસિસ્ટન્ટ લેબર કમીશ્નર આલિયાએ દાવો કર્યો છે કે તેના લગ્ન 23 નવેમ્બર, 2016ના રોજ નાસીર ખાન સાથે થયા હતા. તેનો પતિ બીજનોરમાં આસિસ્ટન્ટ લેબર કમીશ્નર છે. તેણે ચાલુ વર્ષે 27 જાન્યુઆરીએ સ્પીડ પોસ્ટ દ્વારા ટ્રિપલ તલાક આપ્યા હતા. ટ્રિપલ તલાકની પિટિશનો પર સુપ્રીમ11મેથી શરૂ કરશે સુનાવણી - સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહની પરંપરાઓને કાયદેસરતાને પડકાર આપનારી પિટિશનની સુનાવણી પાંચ જજોની બંધારણ ન્યાયપીઠને સોંપી દીધી છે. - પિટિશનો પર સુનાવણી શરૂ કરવા માટે 11 મેની તારીખ નક્કી કરવામાં આવી છે. - મુખ્ય ન્યાયાધિશ જે એસ ખેહર અને ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની પીઠે કહ્યું કે ઉનાળાની રજાઓમાં એક બંધારણ ન્યાયપીઠ મામલાની સુનાવણી કરશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શું રજૂ કરે છે તર્ક? - ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે મુસ્લિમોની વચ્ચે પ્રચલિત આ પરંપરાઓને પડકારતી પિટિશનો ગણવાપાત્ર નથી કારણ કે આ મુદ્દા ન્યાયતંત્રના દાયરની બહારના છે. - બોર્ડે એમ પણ કહ્યું હતું કે પવિત્ર કુરાન અને તેને આધારિત સ્રોતો પર મૂળ રૂપે સ્થાપિત મુસ્લિમ કાયદાની માન્યતા બંધારણના કેટલાક ખાસ પ્રાવધાનોને આધારે તપાસી ન શકાય.