તાલિબાનને ખતમ નહી કરે PAK, ભારત વિરુદ્ધ થશે ઉપયોગ: US એક્સપર્ટ New Delhi

વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ ડિપ્લોમેટે કહ્યું છે કે પાકિસ્તાન ક્યારેય અફઘાન તાલિબાનને ખતમ નહી કરે. ભારત વિરુદ્ધ તાલિબાનનો ઉપયોગ તેની સ્ટ્રેટેજીનો હિસ્સો છે. ભારતને છે ખતરો - પાકિસ્તાન-અફઘાનિસ્તાન મામલાઓના અમેરિકાના ભૂતપૂર્વ સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ રિચાર્ડ ઓલ્સને મંગળવારે એક થિંક ટેંક સ્ટિમસન ઇન્સ્ટિટ્યૂટમાં આ વાત કહી હતી. - ઓલ્સને કહ્યું, “મને વિશ્વાસ છે કે પાકિસ્તાન ક્યારેય પણ તાલિબાનને ખતમ નહી કરે, કારણકે તે જાણે છે કે તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી શકાય તેમ છે.” - ઓલ્સને કહ્યું કે ઓબામા એડમિનિસ્ટ્રેશન દરમિયાન સીધી વાતચીતમાં કોઇ ખચકાટ ન હતો. એટલે સુધી કે તે સમયે અમેરિકાના કેટલાક મદદગારોએ એક્શન પણ લીધું, જેનું કોઇ પરિણામ ન આવ્યું. - “એટલે મને લાગે છે કે આપણે આ હકીકત માની લેવી જોઇએ કે પાકિસ્તાન તાલિબાનને મદદ કરવાની ચાલુ રાખવાનું છે અને આપણે આના માટે જે પણ શ્રેષ્ઠ કરી શકીએ તે કરવું જોઇએ.” તેને ધ્યાનમાં રાખીનેPAKપર પોલિસી નક્કી કરે અમેરિકા - ઓલ્સને કહ્યું, “આ સીધી રીતે ભારત સાથે જોડાયેલો મામલો છે. પાકિસ્તાનને લઇને અમેરિકાની કોઇપણ પોલિસી આ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી થવી જોઇએ.” - “મારું માનવું છે કે પાકિસ્તાન તાલિબાનને પોતાનું ખાસ મદદગાર ગણે છે. પરંતુ, મને નથી લાગતું કે અમેરિકા પોતાના સ્ટ્રેટેજીમાં તેને લઇને કોઇ ફેરફાર કરશે.” - તેમણે કહ્યું, “અમેરિકાના ભારે દબાણ અને ઘણી સમજાવટ છતાંપણ પાકિસ્તાને અફઘાનિસ્તાન વિરુદ્ધ તાલિબાનના ઉપયોગની તેમની પોલિસીમાં ફેરફાર કર્યો નથી.” - ઓલ્સને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીત કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં મધ્યસ્થી ન બનવાની સલાહ આપી છે.